Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : કાર અને ટ્રકમાં અચાનક આગ, કારમાં બેસેલ વ્યકિતઓ સમયસૂચકતા વાપરી બહાર નીકળતા જીવ બચ્યા

  • January 11, 2024 

સુરતનાં અડાજણ પાટીયા ખાતે ચંદ્રશેખર આઝાદ બ્રિજ ઉપર ચાલતી કારમાં અચાનક આગ ભડકી ઉઠી હતી. જોકે કારમાં બેસેલ વ્યકિતઓ સમયસૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા. જયારે બીજા બનાવમાં પુણા સારલી રોડ પાર્ક કરેલી ટ્રકમાં આગ લાગતા નાસભાગ થઇ ગઇ હતી. ફાયરના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અડાજણ પાટીયા ખાતે ચંદ્રશેખર આઝાદ પર રાત્રે વેડ દરવાજાથી અડાજણ તરફ એક કારમાં પટેલ પરિવારના ચાર જેટલા સભ્યો બેસીને જવા નીકળ્યા હતા.



ત્યારે બ્રિજ ઉપર અચાનક જ કારમાં આગ ભડકી ઉઠી હતી. જોકે કારમાં આગ લાગવા અંગે અંદર બેઠેલા સભ્યોને ખબર સુધ્ધા નહીં હતી પણ અને અન્ય વાહન ચાલકોની નજર પડતા તેઓએ આ અંગે જાણ કરતા તરત કાર ચાલકે સાઇડમાં ઉભી રાખી હતી. જેથી પરિવારજનો તરત નીચે ઉતરી ગયા હતા. ત્યારબાદ કાર ભડભડ સળગવા લાગી હતી. જોકે કોલ મળતા ફાયરજવાનો ત્યાં પહોચ્યા હતા. પણ બ્રિજ પર ટ્રાફિક જામ હોવાથી ફાયરની ગાડી ત્યાં પહોચતા સમય લાગતા હતો. જેથી ફાયર ઓફિસર દિપક સપકાલે ત્યાંથી પસાર થતા બાઇકની પાછળ બેસી ફાયર એસ્ટીંગ્યુસર લઇને રોગ સાઇડ ત્યાં પહોચીને આગ બુઝાવી હતી. બાદમાં ફાયરજવાનો ત્યાં થોડા સમયમાં આગ ઓલાવવાની કામગીરી હાથ ધરી હતી.



બીજા બનાવમાં પુણા સારોલી ખાતે બી.આર.ટી.એસ જંકશન પાસે પાર્ક કરેલી ટ્રકમાં સાડીમાં ઉપયોગ થતી નાઇલોન અને ફિલામીન ભરેલુ હતુ. જોકે મંગળવારે સવારે આ ટ્રકના કેબીનમાં કોઇ કારમસર આગ ભડકી ઉઠી હતી. જેથી ત્યાં નાસભાગ થઇ જવા પામી હતી. જોકે કોલ મળતા ફાયર લાશ્કરોએ ઘટના સ્થળે પહોંચી થોડા જ સમયમાં આગ ઓલવી લીધી હતી. જોકે સમયસર કાબુ મેળવતા ટ્રકમાં મુકેલો માલસામાન બચાવી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application