Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : કોલેજો શરૂ પણ હોસ્ટેલો બંધ હોવાથી ગામડેથી આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી

  • August 08, 2021 

નર્મદ યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન અને ઓનલાઇન બન્ને પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે ગ્રામીણ વિસ્તારમાંથી આવનારા સ્ટુડન્ટો માટે સમરસ અને યુનિવર્સિટીની હોસ્ટેલો બંધ હોવાથી શરૂ કરવાની માંગ ઉઠી છે.

 

 

 

 

નર્મદ યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી કોલેજોમાં વાપીથી તાપી અને ભરૂચ સુધી આવી છે. મોટાભાગના કોર્સો તો જે તે જિલ્લાની જ કોલેજોમાં વિદ્યાર્થીઓ ભણતા હોય છે. પરંતુ પોસ્ટ ગ્રેજયુએશના કે પછી ખાસ અભ્યાસક્રમ ભણવા માટે યુનિવર્સિટી કે સુરતની કોલેજોમાં આવવુ પડે છે. હાલ તો વિદ્યાર્થી ઘરેથી અપ-ડાઉન કરીને ભણી રહ્યા છે. પરંતુ પરીક્ષાઓ લેવાતી હોવાથી અપડાઉન કરવુ મુશ્કેલ બનતુ હોવાથી સેનેટ સભ્ય કનુ ભરવાડે કુલપતિને આવેદનપત્ર પાઠવીને હાલની પરીક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ સમરસ કે યુનિવર્સિટીની હોસ્ટેલમાં  જ રહીને પરીક્ષા આપી શકે તે માટે હોસ્ટેલો શરૃ કરવા માંગ કરાઇ છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application