Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાંડેસરામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી ઈંટોના ઘા કરી હત્યા કરનાર આરોપીને સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી

  • December 16, 2021 

સુરતનાં પાંડેસરા વિસ્તારમાં ડિસેમ્બર-2020માં માત્ર 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી ઈંટોના ઘા કરી હત્યા કરનારા આરોપી દિનેશ બૈસાણેને સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. ગત તા.10 ડિસેમ્બરના રોજ એડિશનલ સેશન્સ જજ એ.એન.અંજારિયાએ આરોપી દિનેશને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો. જ્યારે આજરોજ આ કેસમાં સજા સંભળાવતાં દોષીને ફાંસીની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં 10 જ દિવસમાં બાળકી પર રેપ વિથ મર્ડર કેસમાં આરોપીને ફાંસીની આ બીજી ઘટના સામે આવી છે. તે કેસમાં માત્ર અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યાના કેસમાં આરોપી ગુડ્ડુ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.જયારે સરકારી વકલી નયન સુખડવાલાએ કહ્યું હતું કે, આરોપીના ફોનમાંથી પોર્ન વીડિયો ક્લિપ પણ મળી આવી હતી અને બાળકીના શરીર પરથી 49-49 જેટલા ઈજાના નિશાન પણ મળી આવ્યાં હતાં. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે, આરોપીએ બેરહેમીપૂર્વક બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરી હતી. સુરતની કોર્ટે 10 દિવસમાં જ બીજા આરોપીને ફાંસીની સજા ફટકારી છે. જેનાથી દુષ્કર્મીઓમાં એક આકરો સંદેશો જશે અને આવા બનાવો બનતા જરૂર અટકશે અને આરોપીઓમાં ધાક બેસશે. જોકે હાલમાં લાજપોર જેલમાં જેલવાસ ભોગવતા આરોપી દિનેશ બૈસાણે વિરુદ્ધ પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ સ્પીડી ટ્રાયલમાં મહત્ત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષી, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફૂટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ, ભોગ બનનારનાં માતા-પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામની તપાસ-ઉલટ તપાસ બાદ કોર્ટે તાબડતોબ ફાંસીની સજા સંભળાવી હતી.બનાવની વિગત એવી હતી કે, પાંડેસરા વિસ્તારની 10 વર્ષની બાળકી ગત તા.7/12/20નાં રોજ પોતાના મોટા કાકાના ઘરની બહાર એકલી રમતી હતી. ત્યારે આરોપી દિનેશ દશરથ બૈસાણેએ તેને વડાપાંઉ ખવડાવવાની લાલચ આપી હતી અને નાસ્તાની લારી પર લઈ ગયો હતો. ત્યારબાદ તેને ઉધના બીઆરસી કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક સામે ઝાડીમાં લઇ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. બાળાએ પ્રતિકાર કરી આરોપીના જમણા હાથની આંગળી પર બચકું ભરી લીધું હતું જેથી આરોપીએ ઉશ્કેરાઇ જઈને બાળકીને માથા પર ઈંટના ઉપરાછાપરી સાત ઘા મારી હત્યા કરી દીધી હતી. બાળકીના વાલીએ આરોપી સામે અપહરણ, દુષ્કર્મ-હત્યા અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતાં પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.પરંતુ આ કેસની સંવેદનશીલતાને જોતાં પોલીસે તમામ તપાસ આટોપીને માત્ર 15 દિવસમાં દિનેશ બૈસાણે સામે 232 પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ સ્પીડી ટ્રાયલમાં મહત્ત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષીઓ, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફૂટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ,ભોગ બનનારનાં માતા-પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જયારે હજી તો ગત તા.7 ડિસેમ્બરે જ સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરવાના કેસમાં ગુડ્ડુ યાદવને દોષી ઠેરવી સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે અને આ કેસમાં પણ પોલીસે આરોપીની ધરપકડ કરી 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી, જેમાં 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી. અને તા.6 ડિસેમ્બરે આરોપીને આ કેસમાં દોષી ઠેરવાયો હતો, અને તા.7મીએ કોર્ટે ચુકાદો આપતાં ફાંસીની સજા જાહેર કરી હતી.સાથે જ બાળકીના પરિવારને 20 લાખની સરકારી વળતર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો. સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ચાર્જફ્રેમની કાર્યવાહી બાદ કેસ કાર્યવાહીનો પ્રારંભ કરીને 45 સાક્ષીની સરતપાસ તથા બચાવપક્ષે ઊલટતપાસની કાર્યવાહી પૂરી કરી હતી જેથી કોર્ટે આરોપી દિનેશ બૈસાણેને દોષિત જાહેર કરી આજરોજ ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application