સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સિનીયર સિટીઝન બોરાટે દંપતિએ સજોડે મતદાન કરી લોકશાહી પર્વ ઉજવ્યું હતું. ૬૮ વર્ષીય કાંતિલાલ ડાહ્યાભાઈ બોરાટે તેમના ૬૫ વર્ષીય ધર્મપત્ની હંસાબેન સાથે એલ.પી.સવાણી સ્કુલના મતદાન બુથ પર મતદાન કરવા આવ્યાં હતાં. બોરાટે દંપતી કહે છે કે, દેશનું ભવિષ્ય આપણા
મતદાનથી સુદ્રઢ થાય છે. મારી પત્નીનો હમેશા આગ્રહ રહ્યો છે કે, મતદાન તો અવશ્ય કરવું જ. મારા પરિવારના તમામ પુખ્ત સભ્યોને હમેશા મતદાન કરવા માટે પ્રેરું છું. આજે મેં પત્ની સાથે મતદાન કરીને લોકશાહીની ફરજ અદા કરી છે, જેનો અમને બંનેને ખુબ આનંદ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500