કોરોના પ્રતિકારક રસીકરણના બીજા તબક્કાના અભિયાન હેઠળ સુરતમાં તા.૧લી માર્ચથી ૬૦ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તેમજ ગંભીર બિમારી, કેન્સર, કિડનીની, હ્રદયરોગ, ડાયાબિટીસ, હાઈપર ટેન્શનથી પીડિત ૪૫ વર્ષથી વધુ અને પ૯ વર્ષ સુધીના લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે, જે માટે નોંધણીની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. દર્દીઓ સહેલાઈથી નોંધણી કરાવી નજીકનું રસીકરણ કેન્દ્ર શોધી રસીકરણનો લાભ લઇ શકશે.
કોવિડ-૧૯ રસીકરણ માટે નોંધણીની પ્રક્રિયા
૧. નોંધણી કરવા Co-Win એપ, આરોગ્ય સેતુ અથવા cowin.gov.in નો ઉપયોગ કરવો
૨. નોંધણી કરવા મોબાઈલ નંબરનો ઉપયોગ કરવો (એક મોબાઈલ નંબર ૪ વખત નોંધણી કરવા ઉપયોગમાં લઇ શકાય છે)
૩. મોબાઈલ નંબર નાખ્યા બાદ આપના મોબાઈલ પર આવેલ OTP નાખી એકાઉન્ટ ક્રિએટ કરવું.
૪. ત્યાર બાદ તમારું નામ, ઉંમર લખવી તથા ફોટો આઈડી પ્રૂફ અપલોડ કરવું.
૫. જો તમારી ઉંમર ૪૫ થી ૫૯ વર્ષની વચ્ચે છે, તો ડોક્ટરનું કોમોર્બીડીટી અંગેનું પ્રમાણપત્ર અપલોડ કરવું
૬. રસીકરણ કેન્દ્ર તથા તારીખ પસંદ કરવી
નાગરિકોને તેમના નજીકના રસીકરણ કેન્દ્રો શોધવા માટે https://www.cowin.gov.in/home નો ઉપયોગ કરી શકશે. આ સાથે નાગરિકો રૂ. ૨૫૦/ માં પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે પણ રસીકરણ કરાવી શકાશે.
સરકારી રસીકરણ કેન્દ્રની યાદી, પ્રાઈવેટ હોસ્પિટલની યાદી અને કોમોર્બીડ સર્ટિફિકેટનું ફોર્મેટ જોવા અને ડાઉનલોડ કરવા https://mysurat.in/newsList.htm ઉપર વિઝિટ કરીને જાણકારી મેળવી શકાશે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500