સુરત જીલ્લાનાં કામરેજ તાલુકાનાં આંબોલી ગામની સીમમાં તાપી બ્રિજ નજીક નેશનલ હાઇવે નંબર -48 પર પૂરઝડપે આવી રહેલ એક ટ્રેલર એસ.ટી બસની પાછળ અથડાયું હતું. આ અકસ્માતમાં બસને નુકશાન થયું હતું અને અકસ્માતના પગલે લોકો એકઠા થઇ ગયા હતા. જોકે કોઈ જાનહાની થઈ ન હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સવારના સમયે સુરત એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતાં દિપકગીરી ઉપેન્દ્રગીરી ગોસ્વામી એસ.ટી.બસ નંબર જીજે/18/એઝેડ/8148 લઈ અમદાવાદ ખાતે જવા નીકળ્યા હતા. તે સમય દરમિયાન કામરેજ તાલુકાનાં આંબોલી ગામની સીમમાં તાપી બ્રિજ નજીક નેશનલ હાઈવે નંબર-48 ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવતા ટ્રેલર નંબર એમએચ/46/એએફ/1740નાં ચાલક સફી ઉલ્લાખાન એ ટ્રેલર બસની પાછળના ભાગે અથડાવી દીધું હતું. આ સર્જાયેલ અકસ્માતમાં બસને અંદાજિત 1.25 લાખનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવમાં કોઇપણ પ્રકારની જાનહાની થઈ ના હતી. અકસ્માત બાદ એસ.ટી. બસના ચાલકે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application