વરાછા મીનીબજાર વિસ્તારમાં રહેતા સાનેપરા ભાઈ-બહેનને મોબાઈલમા બેન્ક ઍકાઉન્ટ કેવીયાસી અપડેટ ન કરવાને કારણે બંધ કરવામાં આવ્યું હોવાનો ખોટો ટેક્ષ મોકલી આપ્યા બાદ ઍકાઉન્ટ ચાલુ કરાવી આપવાને બહાને બેન્કની માહિતી મેળવી લીધા બાદ ભાઈ-બહેનના ખાતામાંથી રૂપીયા ૨૯ હજાર ઉપાડી છેતરપિંડી કરી હતી. વરાછા પોલીસના જણાવ્યા મુજબ, મીનીબજાર મીરાનગરમાં રહેતા અને જે.જે.અમરોલી કોલેજમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષીય ખુશ્બુબેન યોગેશભાઈ સાનેપરાએ ગતરોજ પોલીસમાં ફરિયાદ નોîધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે કોઈ ભેજાબાજે ગત તા.૧૨ની ઓક્ટોબરના રોજ તેના પિતાના મોબાઈલ ફોનમા કેવાયસી અપડેટ ન કરવાને કારણે એકાઉન્ટ બ્લોક કરવામાં આવે છે હોવાનુ ટેક્ષ મેસેજ મોકલ્યો હતો મેસેજ જાઈને ખુશ્બુને તેના ભાઈનું એસબીઆઈ બેન્કનું એકાઉન્ટ બ્લોક થયુ હોવાથી મેસેજમાં આપેલા કસ્ટમર કેરમાં ફોન કરી પુછપરછ કરી હતી. સામેવાળાએ કેવાયસી અપડેટ નહી કરવાને કારણે બંધ કરવામાં આવ્યું હોવાનું કહી ચાલુ કરવા માટે હુ જણાવુ તેવી રીતે ઓનલાઈન પ્રોસેસ કરવાનું કહ્ના બાદ વોટ્સઅપ ઉપર એસબીઆઈ કેવાયસી ફોર્મ નામની ઍપ્લીકેશન લીંક મોકલી ડાઉનલોડ કરાવી હતી. જેમાં તેના ભાઈ ઝીલના ઍકાઉન્ટ નંબર, ડેબીટ કાર્ડ સહિતની માહિતી ભરી હતી.પરંતુ પ્રોસેસ નહી થતા ખુશ્બુએ તેના ભાઈનો યોનો ઍપ્લીકેશનના પાસવર્ડ બદલવાની વાત કરતા તેના કહેવા મુજબ ખુશ્બુએ ઓનલાઈન ઍસબીઆઈ વેબસાઈટમાં બેન્કની તમામ વિગતો ભરી હતી ત્યારબાદ ખુશ્બુએ પિતાના મોબાઈલ ઉપર ઓટીપી નંબર તેને અપતા ખાતાની કેવાયસી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. બેન્કમાં જઈ ચેક કરાવી લેવાનું કહ્યું હતુ ખુશ્બુ તા.૧૬મી ઓક્ટોબરના રોજ બેન્કમાં પાસબુકમાં એન્ટ્રી કરાવવા માટે ગઈ ત્યારે તેના ખાતામાંથી ગત તા.૧૨મી ઓક્ટોબરના રોજ ૧૦,૫૦૦/- અને ભાઈ ઝીલના ખાતામાંથી તા.૧૩મી ઓક્ટોબરના રોજ ૯,૨૦૭/- મળી કુલ રૂપીયા ૨૯,૭૨૫/- ઉપાડી છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતુ. પોલીસે ખુશ્બુબેનની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application