Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : નવા 5 ફાયર સ્ટેશન માટે 555 કર્મચારીઓની ભરતી

  • August 12, 2021 

સુરત શહેરનો વિસ્તાર અને વસ્તી વધવા સાથે-સાથે હવે ફાયરની કામગીરી પણ વધુ અસરકારક થા તે માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સુરત મ્યુનિ.ના નવા વિસ્તારમાં 5 નવા ફાયર સ્ટેશન શરૂ થાય તે પહેલા તેમાં સ્ટાફની ભરતી માટેની કવાયત શરૂ થઈ છે. વિભાગ દ્વારા 5 ફાયર સ્ટેશન માટે 555 કર્મચારીઓની ભરતી કરવા માટેની દરખાસ્ત રજુ કરી છે. જેમાં ફાયર ઓફિસર, સબ ફાયર ઓફિસર, માર્શલ લીડર, ડ્રાઈવર, માર્શલ, ક્લીનર સહિતની 3 સિફ્ટમાં 5 ફાયર સ્ટેશન માટે કર્મચારીઓની માંગણી કરી છે. એક ફાયર સ્ટેશન દીઠ એક ફાયર ઓફિસર તથા એક ફાયર સ્ટેશનની 3 શિફ્ટ માટે 3 સબ ફાયર ઓફિસરની માંગણી થઇ છે.

 

 

 

 

 

હાલ સુરત શહેરમાં 16 ફાયર સ્ટેશન અને એક ઈઆરસી સેન્ટર છે. આગામી દિવસોમાં નવા 13 ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી થઈ રહી છે. તે પૈકીના 5 ફાયર સ્ટેશન સૌથી પહેલાં બની શકે તેમ હોવાથી આ ફાયર સ્ટેશન માટે સ્ટાફની ભરતી કરવામાં આવશે.  ફાયર વિભાગે જે સ્ટાફની માગણી કરી છે તેમાં પહેલાં વર્ષે મહેકમ ખર્ચમાં 5.15 કરોડ, બીજા વર્ષે 5.83 કરોડ અને ત્રીજા વર્ષે 3.50 કરોડ અને ચોથા વર્ષે 15.71 કરોડ રૂપિયાનો આર્થિક બોજો વધી શકે છે. ફાયર વિભાગે સ્થાયી સમિતિ સમક્ષ જે દરખાસ્ત રજુ કરી છે તેમાં 3 ડિવિઝનલ ફાયર ઓફિસરની જગ્યા કાયમી ધોરણે ભરવા માટેની પણ માંગણી કરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application