સુરતનાં ડિંડોલીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના સુમનધામ આવાસ બિલ્ડિંગના પ્રમુખે નવા વર્ષના રોજ મોડી સાંજે ધોર-૧૦ની વિદ્યાર્થીનીને પાણીનો કોક ચાલુ કરવાને બહાને ધાબા ઉપર બોલાવ્યા બાદ બળાત્કાર કર્યો હતો. બનાવ અંગે કિશોરીએ તેના ઘરે જાણ કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસને દીકરી સમાન કિશોરી ઉપર બળાત્કાર કરનાર નરાધમ પ્રમુખની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડીંડોલી પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ નવાગામ ડિંડોલી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના સુમનધામ બિલ્ડિંગમાં રહેતી ધોરણ-૧૦ની ૧૫ વર્ષીય કિશોરીને નવા વર્ષના રોજ મોડી સાંજે સાતેક વાગ્યે બિલ્ડિંગના પ્રમુથ રામા ઉર્ફે રાહુલ બુધા સોલંકી (ઉ.વ.૩૮) પાણીનો કોક ચાલુ કરવાને બહાને ધાબા ઉપર બોલાવી હતી.જેથી કિશોરી ધાબા ઉપર જતા રામાએ તેના ઉપર દાનત બગાડી તેની સાથે બળજબરી પુર્વક બળાત્કાર કર્યો હતો. દરમિયાન કિશોરીની માતા દવાખાનેથી પરત ઘરે આવ્યા બાદ દીકરીને ગભરાયેલી જોતા તેને બોલાવી પુછપરછ કરતા તેણીએ સમગ્ર હકીકત જણાવતા તેમના પગતળે જમીન ખસી ગઈ હતી અને બીજા દિવસે કિશોરીના પરિવારે ફરિયાદ નોધાવતા પોલીસે રામા સોલંકી સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. વધુમાં નરાધમ રામા સોલંકી ખાનગી કંપનીમાં કોન્ટ્રાકટ હેઠળ સફાઈ કામદાર તરીકે કામ કરે છે અને પરિવારમાં પત્ની અને સગીર વર્ષના બે સંતાન છે. પોલીસે રામાની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application