Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પૂજ્ય બાપુએ ઓલપાડ તાલુકાના ભટગામમાં પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ કર્યું

  • March 30, 2021 

મહાત્મા ગાંધીજીએ દાંડીકૂચ દરમિયાન તા.૨૯મી માર્ચ,૧૯૩૦ના રોજ ઓલપાડ તાલુકાના ભટગામમાં 'શેઠ ઠાકોરદાસ ભટગામ પ્રાથમિક શાળા'માં રાત્રિ રોકાણ કર્યું હતું. શાળાનો આ ઓરડો હજુ પણ ગાંધીજીની જીવંત સ્મૃત્તિનો સાક્ષી છે, જેનું 'ગાંધી નિવાસ' નામ આપવામાં આવ્યું છે. આ શાળાના આચાર્યશ્રી વિરલભાઈ પટેલ જણાવે છે કે 'અમારા ગામનું અહોભાગ્ય છે કે ફરી એક વાર દાંડી યાત્રાનું ગામમાં આગમન થશે. ગાંધીજીએ રચેલા ઇતિહાસનું પુનરાવર્તન થશે.

 

 

 

 

દાંડીકૂચનું અમે ભવ્ય સ્વાગત કરવાનું આયોજન કર્યું છે. શાળાના પરિસરમાં 'ગાંધી નિવાસ' ઓરડાથી શાળાના વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રેરિત થાય છે. ગાંધીજી આ ઓરડામાં રાતવાસો કર્યો એ સમય આજે જીવંત થયો હોય એવું અનુભવીએ છીએ. અમે અવારનવાર ગાંધીજીની સ્મૃત્તિમાં વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમો યોજી વિદ્યાર્થીઓને સતત મોટીવેટ કરીએ છીએ.

 

 

 

 

વિરલ ભાઈ કહે છે કે, ૧૯૩૦માં અમારા ગામના કાલિદાસભાઈ ગોવિંદજી પટેલ અને ચંદુભાઈ કાલિદાસ પટેલ પણ ભટગામથી દાંડી સુધીની કૂચમાં જોડાયા હતા.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application