ઓલપાડના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલની જન આશીર્વાદ યાત્રા દરમ્યાન કુવાદ ગ્રામજનોને ભારે વિરોધ કરવાની સાથે મુકેશ પટેલ હાય હાય ના સૂત્રોચ્ચાર બોલાવતા પોલીસ કાર્યવાહી કરી હતી. આ વિરોધ પ્રદશનમાં મહિલા પણ જોડાઈ હતી. તાજેતરમાં જ ગુજરાતના નવા મુખ્યમંત્રી મંડળમાં સ્થાન મેળવીને રાજ્યકક્ષાના મંત્રી બનનાર ઓલપાડ ધારાસભ્ય પહેલીવાર મત વિસ્તાર ઓલપાડ આવ્યા હતા અને આજે તેમની જન આશીર્વાદ યાત્રા સવારથી શરૂ થઈ હતી. યાત્રા શરૂ થયા બાદ ઓલપાડના પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે યાત્રા પહોંચી હતી. આ મંદિર કુવાદ ગામમાં આવ્યું છે અને ગણેશ વિસર્જનના દિવસે આ મંદિરના રામકુંડમાં સ્થાનિક ગ્રામજનોને મૂર્તિનું વિસર્જન નહીં કરવા દેતા મુકેશ પટેલને રજૂઆત કરી હતી.
પરંતુ તેમને પણ આ મંદિર ટેમ્પલ કમિટીમાં આવ્યું હોવાથી પોતે કઈ નહિ કરી શકે તેમ હોવાથી ગ્રામજનોમાં ભારે વિરોધ હતો સાથે જ રામકુંડમાં ધાર્મિક વિધિ પણ નહિ કરવા દેતા ગ્રામજનો એ રજૂઆત કરી હતી તેમને એવી આશા હતી કે, અમારું મંત્રી મારું કામ કરી આપશે પરંતુ નહિ થતાં આજે વિરોધ જન આશીર્વાદ યાત્રામાં જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં યુવાનો, મહિલા અને કુવાદ ગ્રામજનો મુકેશ પટેલની યાત્રા જ્યાં ભેગા થઈ ગયા હતા અને મુકેશ પટેલ હાય હાય ના સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યા હતા જયારે ગ્રામજનોની પોલીસ સાથે પણ બબાલ થઈ હતી.
લખાણ સાથે વિડીયો થયા વાયરલ
ગામની વિરુદ્ધ જયારે કોઈ નેતા કામ કરે તો તેનો આવી રીતે વિરોધ કરવો જોઈએ : એનું સ્વાગત નઈ ??? ના લખાણ સાથે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વિડીયો સાથે જણાવામાં આવ્યું છે કે, ઓલપાડ તાલુકાના કુવાદ ગામ ખાતે કુવાદના ગ્રામ જનો દ્વારા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500