સુરતમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિર્યસને વેક્સિનેશન આપ્યા બાદ બે દિવસમાં પોલીસ તાલીમાર્થી 17 યુવતી અને એક યુવાન સહિત 18ને રિએક્શન થયું હતું. ત્યારબાદ આજે વેક્સિન મૂક્યા બાદ વધુ 25 તાલીમી પોલીસ કર્મચારીઓને તાવ, માથામાં દુખાવા જેવી સામાન્ય તકલીફો થતા બધા ગભરાઈ ગયા હતા. જેમાં 23 યુવાનો અને બે યુવતીઓને સારવાર માટે તાત્કાલિક નવી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
અઠવાલાઇન્સ ખાતે પોલીસ હેડક્વાટર્સમાં રહેતી અને પોલીસની તાલીમ લઇ રહેલા તાલીમાર્થી યુવાન અને યુવતીઓને વેક્સીન અપાઇ રહી છે. તાલીમાર્થીને ખાનગી હોસ્પિટલમાં વેક્સીન અપાયા બાદ તેઓ પરત હેડક્વાટર્સમાં આવી ગયા હતા, પરંતુ સવારે એક સાથે 23 યુવાનો અને બે યુવતીઓને તાવ, માથામાં, શરીરમાં દુઃખાવો થવા લાગ્યો હતો અને કેટલીક યુવતીઓને શરીરમાં અશક્તિ જેવું પણ લાગતું હતું. જેના લીધે તેઓ ગભરાઈ ગયા હતા.
જેથી પોલીસ હેડ કવાટર્સથી એમ્બ્યુલન્સ અને વાહનમાં તમામને વારાફરતી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને સારવાર શરૂ કરી હતી. જોકે ફરી તાલીમાર્થીઓની સામાન્ય તકલીફ થતા પોલીસ કર્મચારીઓ તથા પાલિકાના અધિકારી દોડતા થઇ ગયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500