સુરત શહેરમાં દારૂ ઘુસાડનારાઓ સામે પોલીસે જાને લાલ આંખ કરી હોય તેમ ઉપરાછાપરી દારૂ પકડવાના ગુનાઓ નોંધાઇ રહ્યા છે. ગતરોજ ઉધના પોલીસે ઉદ્યોગ નગર ઇન્ડ્રસ્ટીઝમાંથી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો સાથે એકને ઝડપી પાડ્યો હતો. ઉધના પોલીસે ૧૦.૧૨ લાખનો મુદ્દામાલ જ કર્યો હતો. બીજા બનાવમાં વરાછા પોલીસે રામબાગ સોસાયટી પાસેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે દારૂના કાર્ટિંગ માટે લાવેલી બે બાઇક સહીત ૧.૭૨ લાખનો મુદ્દામાલ પોલીસે જ કર્યો હતો. વરાછા પોલીસે કુલ ચાર આરોપીની ધરપકડ કરી તેમની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉધના પોલીસને બાતમી મળી હતી કે, ઉધના રોડ નં-૦૫ ઉધ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ બી/૨૭ પ્લોટ નં-૧૨૭ની સામે જાહેરમાં એક દારૂ ભરેલો ટેમ્પો ઉભો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડી જીજે/૦૫/બીએક્સ/૨૩૬૨ નંબરનો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પોની તલાશી લેતા તેમાંથી ૪૫૯૬ નંગ દારૂની તથા બિયરની બોટલો મળી આવી હતી. પોલીસે ૫.૬૨ લાખનો દારૂનો જથ્થો તથા ૪.૫૦ લાખનો ટેમ્પો મળી પોલીસે ૧૦.૧૨ લાખનો મુદ્દામાલ જ કર્યો હતો. આ ઉપરાંત પોલીસે દારૂના જથ્થા સાથે મહેશ ઉર્ફે ભગવાન સંજયભાઇ હિરામણભાઇ પાટીલ (રહે.હાલ-પ્લોટ નં-૪૯ શ્રીનાથ સોસાયટી સપના પાન સેંટરની ગલીમાં લિંબાયત) ને ઝડપી પડ્યો હતો. વધુમાં ઉધના પોલીસે દારૂનો જથ્થો મોકલનાર રોનક, દારૂનો જથ્થો મંગાવનાર લાલા હેમંત ઉર્ફે ટીનીયોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
જયારે બીજા બનાવમાં વરાછા પોલીસને બાતમી મળી હતી કે, વરાછા રામબાગ સોસાયટી પાસેથી એક દારૂ ભરેલી કાર જીજે/૦૫/પીપી/૨૩૩૨ આવી છે અને તે કારમાંથી અન્ય બાઇકોમાં દારૂનો માલ કાર્ટિંગ થઇ રહ્ના છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડી દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપી પાડી હતી. આ ઉપરાંત કારમાંથી અન્ય બે બાઇક ઝડપી પાડી હતી. આ બંને બાઇકમાં દારૂનું કાર્ટિંગ ચાલુ હતું અને પોલીસે દરોડા પાડ્યા હતા. જેથી પોલીસે ૩૮,૯૨૦/-નો દારૂ તથા કાર અને બે બાઇક મળી કુલ રૂપિયા ૧.૭૨ લાખનો મુદ્દામાલ જ કર્યો હતો. આ ઉપરાંત પોલીસે અમીતભાઇ દિનેશભાઇ ટીલાવત (રહે.એફ/૧૦૪, રીવર પેલેસ એપાર્ટમેન્ટ, એ.કે.રોડ, વરાછા), હેમંતકુમાર રાજેશભાઇ ઉર્ફે રાજુ બોરડે (રહે.ઘર નં.૯, શિવ વાટીકા સોસાયટી,માકડા ગામ,કામરેજ), નરેશભાઇ નટુભાઇ ખસીયા (રહે.ઘર નં.૯૦, તેજેંદ્રપાર્ક સોસાયટી,કાપોદ્રા) અને શૈલેશભાઇ વિનુભાઇ ચૌહાણ (રહે.ઘર નં.૯૫,આશોપાલવ સોસાયટી,કામરેજ)ના ઓને પોલીસે ધરપકડ કરી હતી. જયારે આશીષ જયસુખભાઇ ચૌહાણને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500