સુરતના કાપોદ્રા વિસ્તારમાં સરકારી સસ્તા અનાજની દુકાન ધરાવતા આધેડે પૈસા કમાવાની લાલચમાં રેશનકાર્ડ ધારકોને આપવાનું અનાજ બારોબાર ખાનગી ટ્રેડર્સના માલિકને વેંચતા હોવાનું કાપોદ્રા પોલીસને ધ્યાને આવ્યું હતું. જેથી આખરે પોલીસે વોચ ગોઠવી આખું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. સરકારી સસ્તા અનાજની દુકાન માંથી અનાજ લઇ નીકળેલા ટેમ્પાનો પોલીસે પીછો કરી ટ્રેડર્સ પર આપવા ગયો ત્યારે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે આ કૌભાંડમાં સરકારી અનાજ વેચનાર, ખરીદનાર, ટેમ્પો ચાલક અને મદદગારી કરનાર સહીત ચાર સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી માલ્તિએ માહિતી અનુસાર, કાપોદ્રા પોલીસને બાતમી મળી હતી કે કાપોદ્રા વિસ્તારમાં નાના વરાછા ઢાળ મોટી નગર પાસે સરકારી સસ્તા અનાજની દુકાન ધરાવતા ૪૮ વર્ષીય હીમંતભાઇ હીરાલાલ શાહ (રહે.૩૪ કલાકુંજ સોસાયટી, ચીકુવાડી કાપોદ્રા) રેશનકાર્ડ ધારકોને આપવાનું અનાજ બારોબાર વેચાણ કરી રહ્યા છે. પોતાના આર્થિક લાભ માટે તે અનાજ અન્ય ખાનગી ટ્રેડર્સમાં વેચાણ કરતા હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ગત તારીખ ૬/૯/૨૦૨૧ના રોજ હિમ્મતભાઇની સસ્તા અનાજની દુકાને દેવેન્દ્ર કેશવ ચંદેલ (રહે.૬૫૪ શક્તિવિજય સોસાયટી, નાના વરાછા) આવ્યા હતા અને સાથે તેઓ વિનોદકુમાર મોહનલાલ ખટીક (રહે.૪૨૫ રૂષીનગર, સોસાયટી મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા) નામના ટેમ્પો ડ્રાઇવરને લાવ્યા હતા. જયારે ટેમ્પો નંબર જીજે/૦૫/સીટી/૪૮૨૮માં ૫૦ કિલો વજનના ૩૦ નંગ કટ્ટા ટેમ્પોમાં ચઢાવ્યા હતા.
ત્યારબાદમાં આ ટેમ્પો પર્વત ગામમાં આવેલ ડુંગરશીભાઇના અંબાજી ટ્રેડર્સ ખાતે ગયો હતો. ત્યારે જ કાપોદ્રા પોલીસે દરોડા પાડી આખરે રંગેહાથ આખું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. આ તમામ અનાજનો જથ્થો રેશનકાર્ડ ધારકોને આપવાના બદલે બારોબાર વેચાણ કરવા બાદલ કાપોદ્રા પોલીસે ચારેય સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ તો પોલીસે ૯૦ હજારનું અનાજ અને ૮૦ હજારનો ટેમ્પો મળી કુલ ૧.૭૦ લાખનો મુદ્દામાલ જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500