સુરતનાં સિંગણપોર પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલે ગણતરીના કલાકોમાં બે સ્થળે રેઈડ કરી બેરોકટોક દેશી-વિદેશી દારૂ વેચતા અને બનાવતા 7ને ઝડપી પાડી દારૂની 108 બોટલ, 180 લીટર દેશી દારૂ, દારૂ વેચાણનાં રોકડા રૂપિયા 39,470/- અને મોબાઈલ તેમજ મોપેડ વિગેરે મળી કુલ રૂપિયા 96,780/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલે મળેલી બાતમીના આધારે ગતરોજ બપોરે મોટીવેડ ટેકરા ફળિયા નાયકવાડમાં રહેતા નવનીત ઉર્ફે નવલ પ્રવીણભાઈ કંથારીયાને ત્યાં રેઈડ કરી તેની પત્ની આશા (ઉ.વ.23) અને સાગરીત ઈશ્વર કનુભાઈ ડામોર (ઉ.વ.39) નાને વિદેશી દારૂ વેચતા રંગેહાથ ઝડપી લીધા હતા.
જોકે, સ્ટેટ મોનીટરીંગ સેલે નવનીતના ઘરે તપાસ કરતા ત્યાં છુપાવેલી દારૂની બોટલો મળી હતી. જયારે તેની મોપેડની ડીકી તપાસતા તેમાંથી વોડકાની ચાર બોટલ મળી હતી અને ચાર વર્ષથી દારૂનું વેચાણ કરતા અને પોલીસની રેઇડ બાદ થોડો સમય વેચાણ બંધ કરી ફરી શરૂ કરતા દંપત્તિએ ચાર મહિના અગાઉ ફરી દારૂ વેચવા માંડયું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલે તેમની પાસેથી રૂપિયા 12,130/-ની દારૂની 108 બોટલ, દારૂ વેચાણના રોકડા રૂપિયા 3,220/- અને મોબાઈલ તેમજ 30 હજારનું મોપેડ મળી કુલ રૂપિયા 53,350/-નો મુદ્દામાલ કબ્જે કરી નવનીત ઉર્ફે નવલને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500