સુરતના પલસાણા તાલુકાનાં પીસાદ ગામે રહેણાંક એક મકાનમાંથી એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. જયારે ઈસમ તેના ઘરમાં વિદેશી દારૂ સંતાડી તેનું છૂટક વેચાણ કરી રહ્યો હતો. પોલીસે 2.09 લાખનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાના પીસાદ ગામે બીલીયા ફળિયામાં રહેતો ભરતભાઈ મંગુભાઈ રાઠોડ તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી તેનું છૂટક વેચાણ કરી રહયો હતો. જે અંગેની બાતમી સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમને મળતા પોલીસે બાતમી વાળી જગ્યાએ રેઈડ કરી હતી અને રેઈડ દરમિયાન ભરત રાઠોડને પોલીસે ઝડપી પાડી ઘરમાં તપાસ કરતાં વિદેશી દારૂની કુલ 1059 નંગ બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 2.09 લાખનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર બારડોલીના કેયૂર ભંડારીને વોન્ટેડ જાહેર કરી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application