સુરતનાં પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે આવેલ ગોકુલ નગરમાંથી અજાણ્યા શખ્સએ બાઇકની ચોરી કરી ગયા હતા. જોકે તાંતીથૈયા ખાતે રહેતા આધેડ પુત્ર સાથે સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા ત્યાંથી કોઈ અજાણ્યા શખ્સ તેમની બાઇક લઈ ભાગી છૂટ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાનાં તાંતીથૈયા ગામે અનુરાગ સોસાયટીમાં રહેતા રેવાભાઇ રૂપાભાઈ ચોસલા કે જેઓ પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
જોકે તેઓ ગત તા.20 જાન્યુઆરીનાં રોજ રાત્રિના આઠ વાગ્યાની આસપાસ પુત્ર સવજીભાઈ સાથે હોન્ડા સાઇન બાઈક નંબર જીજે/19/એએસ/5155 ઉપર બેસી કડોદરા ગોકુલ નગરમાં રહેતા તેમના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. તે સમયે ગોકુલનગરમાં તેમણે બાઇક પાર્ક કરી હતી.
ત્યારબાદ તેઓ જમવા માટે ગયા હતા અને જમીને બહાર આવતા તેમની બાઇક જોવા મળી ન હતી જેથી તેમણે આજુબાજુનાં વિસ્તારોમાં બાઇકનો શોધખોળ કરી હતી પરંતુ તે મળી આવી ન હતી. જેથી કોઈ અજાણ્યા તસ્કરો 30 હજારની કિંમતની બાઇકની ચોરી કરી ગયાની ફરિયાદ રેવાભાઈએ કડોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500