સુરત શહેરના જહાંગીરપુરામાં નક્ષત્ર નેબ્યુલા સોસાયટી એક સાથે ચાર સાયકલની ચોરી થતા ચકચાર મચી છે. સોસાયટીના સીસીફુટેજના ચોર ટોળકીનો એક સાગરીત સાયકલ ઉંચકીને સોસાયટીની કમ્પાઉન્ડ દિવાસ પાસે લઈ જાય છે અને ત્યાં દિવાલ ઉપર બેસેલ અન્ય સાગરીતને સાયકલ આપતો દેખાય છે. જેથી ચોરીમાં બે થી વધુ જણાની ટોળકી હોવાની આશંકા સાથે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.
જહાંગીરપુરા પોલીસના જણાવ્યા મુજબ, જહાંગીરપુરા નક્ષત્ર નેબ્યુલા સોસાયટીમાં રહેતા સુનિલકુમાર રામસુરેમન કનોજીયા (ઉ.વ.૨૨) ચોકબજાર ખાતે આવેલ સી.જી.એસ.ટી એન્ડ સેન્ટ્રલ એક્સાઈઝ સુરત કમિશનર ખાતે સ્ટુડન્ટ તરીકે નોકરી કરે છે. ગત તા.૩૦મી ઓગસ્ટના રોજ સુનિલકુમાર, શીલ્પીન મહેતા અને મનીષકુમાર ક્ષત્રિય સહિત ચાર જણાની અલગ-અલગ કંપનીની ચાર સાયકલ જેની કિંમત રૂપિયા ૬૬,૦૦૦/- થાય છે જે કોઈ ચોરી કરી નાસી ગયો હતો. એક સાથે ચાર સાયકલ ચોરી થતા સોસાયટીમાં ચકચાર મચી હતી અને સોસાયટીના સીસીફુટેજ ચેક કરતા લાલ કલરની ટી-શર્ટ અને બ્લ્યુ કલરની જીન્સ પહેર અજાણ્યાએ સાયકલ ઉંચકી સોસાયટીની કમ્પાઉન્ડ દિવાલ પાસે લઈ જાય છે અને ત્યાં દિવાસ ઉપર બેસેલ તેના સાગરીતને સાયકલ આપતો દેખાય છે. ચોરીમાં બેથી વધુ જણાની સંડોવણી હોવાની આશંકા નકારી શકાય નહી. બનાવ અંગે પોલીસે સુનીલકુમારની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application