સુરતના પલસાણા તાલુકાના બગુમરા ગામે આવેલ સાંઇ વાટીકા સોસાયટીમાં પરિવાર સાથે રહેતી પરિણીતા તેના બે બાળકો સાથે ઘરે કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ છે. જે અંગે તેના પતીએ પલસાણા પોલીસ મથકે ગુમ જાણવા જોગ ફરિયાદ નોધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પલસાણાના બગુમરા ગામે સર્વોત્તમ હોટલની સામે આવેલ સાંઇ વાટીકામાં રહેતા, કૈલાશચંદ ગોવીંદરામ ભામુ (ઉ.વ.40) જેઓ નોકરી કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે અને ગતરોજ તેમની પત્ની પુજા કૈલાશચંદ ભામુ ઉ.વ.31) જે કોઇ અગમ્ય કારણોસર તેમનો મોટો દીકરો અભીષેક (ઉ.વ.9) તેમજ નાનો દીકરો શીવાન્સુ (ઉ.વ.3) બંનેને લઇને ઘરે કોઇને કઈ પણ કહ્યા વગર ક્યાંક નીકળી ગયા હતા. ત્યારે આ અંગે કૈલાશચંદ ભામુએ પોતાની પત્ની ગુમ થઇ હોવાની ફરીયાદ પલસાણા પોલીસ મથકે કરતાં પોલીસે પરિણીતાની શોધખોળ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application