Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજનાં ઘલુડી અને આંબોલી ગામમાંથી બાઈકની ચોરી થતા પોલીસ ફરિયાદ

  • May 24, 2021 

સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં ઘલુડી ગામનાં ક્રિષ્ના હાઉસમાં રહેતા રમેશભાઈ દેવરાજભાઈ ધામેલીયાની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઈકલ નંબર જીજે/05/ડીઈ/6512 રાત્રે પાર્કિંગમાં મુકી હતી જે રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમ ચોરી ગયો હતો. જયારે બીજા બનાવમાં આંબોલી ગામનાં પ્રજાપતિ ફળિયામાં રહેતા, બ્રિજેશભાઈ અનિલભાઈ મહંતની હીરો સ્પ્લેન્ડર મોટરસાઈકલ નંબર જીજે/05/એસવી/9250ની મોટરસાઈકલ પણ રાત્રિના સમયે ચોરાઈ ગઈ હતી.       

 

 

 

આમ, બંને ઘટના અંગે કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application