સુરતના ડિંડોલી સાંઈ કોમ્પ્લેક્ષમાં આવેલ સાંઈનાથ ટોબેકો એન્ડ જનરલ સ્ટોર્સને તસ્કરોએ નિસાન બનાવી બીડી, સિગારેટ તેમજ પાન મસાલા ગુટખા સહિત કુલ રૂપિયા ૧.૮૬ લાખના મતાનો ટોબેકોનો સરસમાન ચોરી નાસી ગયા હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડિંડોલી રોડ સાંઈ પોઈન્ટની પાછળ આનંદનગર સોસાયટીમાં રહેતા હર્ષદભાઈ પ્રાણજીવન ભંડારી (ઉ.વ.૪૫) ડિંડોલી સાંઈ કોમ્પ્લેક્ષમાં સાંઈનાથ ટોબેકો એન્ડ જનરલ સ્ટોર્સના નામે દુકાન ધરાવે છે. દરમિયાન ગત તા.૮મી સપ્ટેમબરના રોજ રાત્રે તસ્કરોએ હર્ષદભાઈની દુકાનમાં ત્રાટક્યા હતા. તસ્કરો દુકાનમાથી અલગ-અલગ તંબાકુ,, પાન મસાલા, તાનસેન બીડી, સિગારેટ સહિત ગુટખા મળી કુલ રૂપિયા ૧,૮૬,૯૬૫/-ના મતાની ટોબેકોનો સામાન ચોરી કરી નાસી ગયો હતો. ડિંડોલી પોલીસે હર્ષધદભાઈની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500