સુરતનાં સરથાણા વિસ્તારની ડાયમંડ પેઢીમાં નોકરી કરતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સાથે કામ કરતા યુવકે ઓફિસમાં, હોટલમાં અવાર-નવાર બળજબરીથી શરીર સંબંધ બાંધી બાદમાં ‘તું બીજી જ્ઞાતિની છે, તારી સાથે લગ્ન નહીં કરી શકું’ તેમ કહી તરછોડી દીધી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતનાં સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી સરથાણા વિસ્તારની ડાયમંડ પેઢીમાં નોકરી કરે છે.
જયારે યુવતીની સાથે કામ કરતા અપરણિત રાજદિપ મનસુખભાઇ સુતરીયા (ઉ.વ.28, રહે. ઘર નંબર-7, વિરાટ નગર સોસાયટી, શ્રીજી નગર સોસાયટી સામે, કાપોદ્રા, સુરત, મુળ રહે.બલદાણા, તા.વઢવાણા,જિ.સુરેન્દ્રનગર ) નાએ વર્ષ અગાઉ યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી અને તેને લગ્નની લાલચ આપી ઓફિસમાં તેમજ પોતાના ઘરે અને મિત્રના ફ્લેટ ઉપર તેમજ કામરેજ વિસ્તારની ઓયો હોટલમાં લઈ જઈ મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો.
જોકે, જયારે યુવતીએ જયદિપને લગ્ન કરવા કહ્યું તો, ‘તું બીજી જ્ઞાતિની છે, તારી સાથે લગ્ન નહીં કરી શકું’ તેમ કહી તરછોડી દીધી હતી. બનાવ અંગે ગતરોજ યુવતીએ રાજદિપ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500