Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહિલાની છેડતી કરનાર યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ

  • March 11, 2021 

સુરત જીલ્લાનાં કામરેજ વિસ્તારમાં 25 વર્ષીય પરિણીતા ઘરકામ કરે છે જ્યારે તેનો પતિ ટુવ્હીલરનું ગેરેજમાં કામ કરે છે. પરિણીતા ઘર નજીક આવેલ ટાઉનશીપમાં ખરીદી કરવા માટે ગઈ હતી ત્યારે એક યુવક તેનું સામે જોય તેનો પીછો કરી રહ્યો હતો. જેથી આ પરિણીતા ત્યાંથી ઘરે આવી ગઈ હતી. ત્યારબાદ પરિણીતા તેના પતિ અને અન્ય મિત્રો સાથે જમવા માટે ગયા હતા. ત્યારે એક મહિન્દ્રા કંપનીની કાર નંબર જીજે/01/કેક્યૂ/1786નો ચાલક ત્યાં ગાડી લઈ ઊભો હતો અને અવાર-નવાર આંટાફેરા મારતો હોય જેથી પરિણીતાએ તેના પતિને વાત કરતાં પતિએ પરિણીતાને એકલી ત્યાં ઊભી રહેવા જણાવ્યુ હતું અને તેઓ થોડે દૂર ઊભા રહયા હતા.

 

 

 

તે સમયે આ રોમિયો કાર લઈ પરિણીતા પાસે આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે ચાલ મારી ગાડીમાં બેસીજા જોઇયે તેટલા રૂપિયા હું તને આપીશ તેમ કહેતા પરિણીતા તેને ખીજાતા તે ધક્કો મારી ગાડીમાં બેસી ભાગવા લાગ્યો હતો. ત્યારે પરિણીતાના પતિ અને મિત્રોએ તેનો પીછો કરતાં તે ગાડી મૂકી ભાગી છૂટ્યો હતો. આ બનાવ અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application