Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓલપાડમાં સગીરાને ગર્ભવતી બનાવતા યુવક સામે પોલીસ ફરિયાદ

  • May 22, 2021 

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં મંદ્રોઇ ગામમાં રહેતા, યુવકને ઓલપાડ વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી કારમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવતા યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઓલપાડ તાલુકાનાં મંદ્રોઇ ગામના પાકિસ્તાન ફળિયામાં રહેતો રોશનભાઇ ગોમાનભાઈ પટેલે ઓલપાડ વિસ્તારમાં જ માતા-પિતા સાથે રહેતી 16 વર્ષીય સગીરા સાથે મિત્રતા બાંધી તેને લગ્નની લાલચ આપી રોશનએ સગીરાને અવાર-નવાર પોતાની ફોર વ્હીલ ગાડીમાં બેસાડી લઈ જતો હતો અને ઓલપાડથી કરંજ જતાં રોડની સાઈડમાં કાર ઊભી રાખી સગીરા સાથે અવાર-નવાર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો અને સગીરાને ગર્ભવતી બનાવી હતી.

 

 

 

 

આ ઘટનાની જાણ થતાં જ સગીરાની માતાએ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application