Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફક્ત રૂપિયા ૧૦૦ લૂંટવા માટે યુવકને ગળામાં બ્લેડ મારનાર ઈસમ સામે પોલીસ ફરિયાદ

  • September 07, 2021 

સુરતના લિંબાયત આંબેડકર નગર પાસે ચાલતા ચાલતા જતા ૨૦ વર્ષીય યુવકને રસ્તામાં આંતરી, તેરે પાસ પૈસે કિતને હૈ ચલ નિકાલ કહી માથાભારે યુવકે ગળા અને માથાના ભારે બ્લેડના ઘા મારી  ખિસ્સામાંથી રૂપિયા ૧૦૦ લૂંટી નાસી ગયો હતો. યુવકને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મીઠીખાડી વિસ્તારમાં રહેતા સમીર ફતેમોહમંદ શેખ (ઉવ.૨૦) ગતરોજ સાંજે છ વાગ્યે ચાલતો-ચાલતો તેના કામ ઉપર જતો હતો. તે વખતે આંબેડકરનગર પાસે અજય ઉર્ફે કાલ્યાએ તેને આંતરી ઉભો રાખ્યો હતો અને તેરે પાસ પૈસે કિતને હે ચલ નિકાલ કહેતા સમીરે મેરે પાસ પૈસે નહી હે જેવો જવાબ આપતા અજયે લૂંટવાના ઈરાદે બળજબરી પુર્વક તેના પેન્ટના ખિસ્સા તપાસવા લાગ્યો હતો. સમીરે ખિસ્સા તપાવાની ના પાડતા તેને ધક્કો મારી ગળા અને માથાના ભાગે બ્લેડના ઘા મારી પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા ૧૦૦ લુંટી નાસી ગયો હતો. સમીરને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે લિંબાયત પોલીસે સમીર શેખની ફરિયાદ લઈ અજય ઉર્ફે કાલીયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application