Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વીજ ચોરી કરતા 2 ઈસમો સામે પોલીસ ફરિયાદ

  • September 08, 2021 

સુરતના ભાઠેના પંચશીલ નગરમાં ગતરોજ ટોરેન્ટ પાવર વીજ કંપનીની ટીમે દરોડા પાડી વીજચોરી ઝડપી પાડી બે સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

 

 

 

 

 

બનાવની વિગત એવી છે કે, તિલક મેદાન ટોરેન્ટ હાઉસ સ્ટાફ કવાર્ટ્સમાં રહેતા અને ટોરેન્ટ પાવર વીજ કંપનીમાં નોકરી કરતા અરુણકુમાર મોહનલાલ પ્રજાપતિએ ગતરોજ સવારે સ્ટાફના માણસો સાથે ભાઠેના ઉમીયા માતા મંદિરની પાછળ પંચશીલ નગરમાં દરોડા પાડ્યા હતા. જેમાં શકિલ મિશ્રા અને શાહરૂખ મિશ્રા પોતાના આર્થિક ફાયદા માટે રહેણાંક મકાનમાં અનઅધિકૂત રીતે ટોરેન્ટ પાવર કંપનીના વીજ નેટવર્કમાંથી ગેરયાકેદ વીજ જોડાણ કરી કંપનીને લાખો રૂપિયાનું નુકશાન પહોંચાડ્યું હતુ. પોલીસે અરૂણકુમારની ફરિયાદ લઈ બંને સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application