સુરતના ભટાર રોડ ઉમાભવન વિસ્તારમાં રહેતા એડવોકેટનો અલથાણ ઠાકોર પાર્કમાં આવેલ પ્લોટ પચાવી પાડવાના ઈરાદે પ્લોટમાં ગેરકાયદે કબજો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર ડોક્ટર પરિવારના ૧૩ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ, ભટાર રોડ ઉમાભવન પાસે ઓરોવીલ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્ર કાંતીલાલા માટલીવાળા (ઉ.વ.૫૨) વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ધર્મેન્દ્રભાએ અલથાણના રે.સ.નં ૫૮ બ્લોક નં ૭૨/૨ વાળી જગ્યામાં પાડવામાં આવેલ ઠાકોર પાર્ક સોસાયટીમાં પ્લોટ નં-બી-૯ દક્ષેશ ડોકટર પાસેથી ખરીદી વેચાણ દસ્તાવેજ બનાવ્યો હતો. દરમિયાન આ પ્લોટ પચાવી પાડવાના ઈરાદે અલથાણ કેનાલ રોડ બેલાકાશા એપાર્ટમેન્ટમાં રહેતા આનંદ નવીનચંદ્ર ડોકટર, અલથાણ ન્યુ સીટીલાઈટ રોડ ઠાકોર પાર્ક સોસાયટીમાં રહેતા રીષી અશોક ડોકટર, પુરન દિનેશ ડોકટર, ચેતનકુમાર ભોગીલાલ ડોકટર, દિનેશ રતિલાલ ડોકટર, સુરેશ રતિલાલ ડોકટર, નવીનચંદ્ર રતિલાલ ડોકટર, હિતેન્દ્ર નટવરલાલ ડોકટર, અશોકકુમાર ધનસુખ ડોકટર, રજનીકાંત કૌશિકલાલા ડોક્ટર, હેમંતકુમાર નટવરલાલ ડોક્ટર,, સતીષ નટવરલાલ ડોક્ટર, અને અજયકુમાર કૌશિકલાલ ડોક્ટરને પ્લોટમાં ગેરકાયદે પ્રવેશ કરી ઠાકોરપાર્ક સોસાયટીમાં પાડવામાં આવેલ પ્લોટ પૈકી પ્લોટ નં-બી-૯ વાળા મિલ્કત જે આનંદ નવીનચંદ્ર ડોક્ટર તથા બીજા ૧૨ વ્યકિતઓ તમામની સંયુક્ત માલીકીની ચાલી આવેલ છે અને પ્લોટનો ઓરિજનલ વેચાણ દસ્તાવેજ અને જમીનનો કબજા અમારા કબજામાં ચાલી આવેલ છે અને કોઈ પ્રવેશ કરશે તે કરાવશે તો કાનુની પગલા ભરવામાં આવશે હોવાનુ જાહેર ચેતવણીનું બોર્ડ માર્યું હતું.
આ અંગે ધર્મેન્દ્રાભાઈને જાણ થતા તેઓ સ્થળ પર જઈ તેમને કહેવા જતા ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી તેમજ દસ્તાવેજ લખી આપનાર દક્ષેશ ડોક્ટરના ભત્રીજા હર્ષ કલ્પેશ ડોકટરને આરોપીઓએ પ્લોટ ખરીદનાર પ્લોટ ઉપર આવશે તો મારમારી તોડી નાંખીશું અને તેઓને આજ પ્લોટમાં દાટી દઈશું અને આ સોસાયટીમાં અમો ડોકટર ફેમીલી રહીએ છીએ એટલે બીજાને રહેવા નહી દઈશુ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ધર્મેન્દ્રભાઈ માટલીવાળાની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500