Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસ રેડમાં વિદેશી દારૂનો વેચાણ કરતો ઈસમ ઝડપાયો, એક વોન્ટેડ

  • September 15, 2021 

સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે પલસાણાના વડદલા ગામેથી એક ઇસમને પોતાના ઘરેથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો જયારે દારૂ આપનારને વોન્ટેડ જાહેર કર્યો હતો.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે, પલસાણાના વડદલા ગામે કોલોની ફળિયામાં રહેતા લાડુલાલ ઉર્ફે રાજુ કજોડીમલ તૈલી નાઓએ પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો લાવી અને છુપાવી વેચાણ કરે છે જે બાતમી આધારે પોલીસે બાતની વાળા સ્થળે રેડ કરી 43,200/-ની કિંમતની નાની-મોટી વિદેશી દારૂની 72 નંગ બોટલો મળી આવી હતી. ત્યારબાદ પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે  તે આ દારૂ છૂટક વેચાણ માટે લાવે છે અને આ વિદેશી દારૂ પલસાણાનો પોખરાજ સોહલાલ નાઓ પહોંચાડે છે જેથી પોલિસે લાડુલાલની  ધરપકડ કરી 46,300/-નો મુદ્દમાલ કબ્જે કરી પોખરાજ સોહલનાલને વોન્ટેડ જાહેર કર્યો હતો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application