સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં ખોલવડ ગામમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં એક મકાનમાં રહેતી મહિલા પોતાના ઘરમાં બહારથી માણસો બોલાવી તીન પત્તીનો જુગાર રમાડી રહી હતી. પોલીસે રેડ કરી જુગાર રમી રહેલ ચાર મહિલાઓ સહિત સાત વ્યક્તિને ઝડપી પાડ્યા હતા. અને રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ મો.સ મળી કુલ 1,15,900 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ તાલુકાનાં ખોલવડ ગામમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટી મકાન નંબર-83માં રહેતી, નીતાબેન લલિતભાઈ સાવલીયા જે પોતાના ઘરમાં બહારથી માણસો બોલાવી પૈસા વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રમાડતી હોય જે અંગે મળેલ બાતમીના આધારે કામરેજ પોલીસે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા સ્થળ પરથી જુગાર રમી રહેલ 4 મહિલા સહિત 7 વ્યક્તિને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી અંગઝડતીના 31,060/- અને રોકડા રૂપિયા 10,340/- તેમજ 6 મોબાઇલ ફોન તથા ત્રણ મોટરસાઈકલ આમ કુલ મળી રૂપિયા 1,15,900/-નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ રેઈડમાં જુગાર રમતા પકડાયલ 4 મહિલા 3 ઈસમ
- નીતાબેન લલીતભાઇ સાવલીયા,
- મણીબેન નારયણભાઇ પીપળોતાર,
- સુનીતાબેન તરૂણભાઇ પટેલ,
- રેખાબેન ભરતભાઇ રાખોલીયા,
- શામજીભાઇ મનજીભાઇ વિરાણી,
- પ્રકાસભાઇ રણછોડભાઇ દેશાઇ,
- હીંમતભાઇ કરશનભાઇ રાખોલીયા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500