સુરતના કતારગામ જૂની જીઆઈડીસીના એક ખાતામાં ત્રીજા માળે જુગાર રમતા બે સગા ભાઈ સહિત 11 વેપારી-રત્નકલાકારોને કતારગામ પોલીસે ઝડપી પાડી રોકડા રૂપિયા 1.32 લાખ અને 9 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 2.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કતારગામ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ ગતરોજ સાંજે કતારગામ જુની જીઆઇડીસી ખાતા નંબર-એ/77ના ત્રીજા માળે રેડ મારી ત્યાં જુગાર રમતા બે સગા ભાઈ સહિત 11 વેપારી અને રત્નકલાકારોને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 1,32,060/- અને રૂપિયા 1.12 લાખની કિંમતના 9 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 2,44,060/-નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓ
1.જગદીશ રતિલાલ પેથાણી,
2.તેનો વેપારી ભાઈ વિરલ રતિલાલ પેથાણી,
3.વિનુ ભનુભાઇ પોલરા,
4.ભાવેશ કાળુભાઇ કેવડીયા,
5.અલ્પેશ ધીરૂભાઇ હિરપરા,
6.મુકેશ ગોરધનભાઇ ગોંડલીયા,
7.જયદેવભાઇ ભુરાભાઇ માતરીયા,
8.મધુભાઇ આંબાભાઇ અમરેલીયા,
9.દિનેશભાઇ શિવાભાઇ રાણપરીયા,
10.દિપક ગોવિંદભાઇ કપુરીયા અને
11.યોગેશ લાભુભાઇ કેવડીયા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500