Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરથાણાનાં એક ફ્લેટમાં જુગાર રમતી 10 મહિલા પોલીસ રેઈડમાં ઝડપાઈ

  • August 27, 2021 

સુરત કામરેજના પાસોદરા ગામ ઓમ ટાઉનશીપ વિભાગ-5માં આવેલા એક મકાનમાં પોલીસે ગતરોજ રેઈડ પાડી મહિલા જુગાર કલબ ઝડપી પાડી હતી. પોલીસે જુગાર રમતા 10 મહિલાઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા 12 હજાર કબ્જે કર્યા હતા.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સરથાણા પોલીસના સ્ટાફને મળેલી બાતમીના આધારે ગતરોજ પાસોદરા ગામ ઓમ ટાઉનશીપ વિભાગ-5માં રહેતા શીલ્પાબેન દિપકભાઈ કાડધીયાના ફલેટમાં રેડ પાડી હતી જેમાં જુગાર રમતા શીલ્પાબેન ઉપરાંત મઘુબેન રમેશ મકવાણા (રહે.મોટાવરાછા), કૂપાલીબેન કરણભાઈ લાજપરા (રહે.પાસોદરા), મીનાક્ષીબેન પ્રકાશ જાગાણી (રહે.પાસોદરા), સંગીતાબેન રાજુ કવાની (રહે.સરથાણા જકાતનાકા), રૂપલબેન વિજય સાગર (રહે.પાસોદરા), વસંતબેન અલ્પેશ કુંભાર (રહે.પાસોદરા), નિર્મળાબેન રવજી સરધારા (રહે.મોટાવરાછા), મુક્તાબેન રવજી ભીમાણી (રહે.મોટ વરાછા)ના ઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડા 12 હજાર કબ્જે કર્યા હતા. વધુમાં શીલ્પાબેન કાડઘીયા પોતાના આર્થિક લાભ માટે બહારથી મહિલાઓને ઘરે જુગાર રમવા માટે બોલાવતા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application