Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કપડાની દુકાન માંથી જુગાર રમતા ૧૦ ઈસમોને ઝડપી પાડી પોલીસે કાર્યવાહી કરી

  • September 06, 2021 

ઉધના મગદલ્લા રોડ અંબાનગરમાં આવેલ રેડીમેઇટ કપડાંની દુકાનમાં ગતરોજ સાંજે પોલીસે રેડ પાડી જુગાર રમતા ૧૦ લોકોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા અને  ૯ મોબાઇલ મળી કુલ રૂપિયા ૧.૭૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પીસીબીના માણસોને મળેલી બાતમીના આધારે, ગતરોજ મોડી સાંજે ઉધના-મગદલ્લા રોડ, અંબાનગર, ક્રિષ્ણા ઓર્ગેનાઇઝરના બેઝમેન્ટમાં આવેલ દુકાન નં.૦૨ પુજા ફેશન નામની દુકાનમાં રેડ પાડી હતી. જેમાં દુકાનમાંથી જુગાર રમતા પ્રગ્નેશ બાબુભાઇ રંગુનવાલા, બાદલ ભરતભાઇ જરીવાલા, જતીન જશવંતભાઇ રાણા, ધવલ નવીનચંન્દ્ર બારડોલીયા, મેહુલ નીલેશભાઇ રાણા, રાહુલ મુકેશભાઇ રાણા, સુરજ રામજીવન, હિરેન વિનોદભાઇ વઢવાણા, વિશાલ ઇશ્વરભાઇ રાણા અને ધર્મેશ ગણેશભાઇ પટેલના ઓને રંગેહાથ પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી અંગ ઝડતીના રોકડા ૩૨,૩૬૦/- તથા નાળના રોકડા ૪,૫૦૦/- દાવ પરના રોકડા ૨૫,૦૦૦/- અને ૧.૧૫ લાખના નવ નંગ મોબાઇલ મળી મળી કુલ રૂપિયા ૧,૭૭,૩૬૦/- રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application