સુરત જિલ્લા પોલીસ વડાના પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લૂંટ ચોરીના ગુના અટકાવવા સૂચનાઓ અપાઇ હતી, જેને પગલે માંગરોળ પોલીસ સ્ટેશનનાના પીએસઆઈ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે, મોસાલી ચાર રસ્તા વાંકલ માર્ગ પર ધોળીકુઇ પાટિયા પાસે બાઈક સાથે કેટલાક ઇસમો ગુનો કરવાના ઇરાદે ઉભા છે જોકે આ ઈસમો બાઇકની ચોરી કરે છે અને ખાસ ગ્રામ્ય વિસ્તારમાં નાણાં ધીરધારનો ધંધો કરતા લોકોને આંતરી લૂંટ કરે છે, જેઓ ફરિયાદ કરતા નથી તેને ટાર્ગેટ કરી રોકડ રકમ મોબાઈલની લૂંટ કરે છે તેવી હકીકત બાતમીદાર જણાવી હતી અને આજ પ્રમાણે લૂંટ કરવાના ઇરાદે આ ઈસમો ધોળીકુઇ ગામે ઉભા છે.
જે બાતમીનાં આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા આરોપીઓ પોલીસને જોતાં જ બાઈક મૂકી ભાગી છૂટયા હતા પરંતુ પોલીસે ખેતરોમાં પીછો કરી એક આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે બીજો આરોપી ધોળીકુઇ ગામની સીમમાંથી ભાગતો ભાગતો આંબાવાડી ગામે પહોંચી ગયો હતો અને મુખ્ય માર્ગ પર કોઇ વાહનમાં બેસીને ભાગી જવાની ફિરાકમાં હતો ત્યારે પોલીસે તેને આંબાવાડી ગામથી ઝડપી લીધો હતો, જ્યારે અન્ય એક આરોપી બાઇક મુકીને ભાગી ગયો હતો તેની બાઇકને આધારે પોલીસે શોધી કાઢી હતી.
આમ, ઝડપાયેલા આરોપીઓમાં સુનિલભાઈ હસમુખભાઈ વસાવા (ઉ.વ.22, રહે. ઉશ્કેર ગામ, લીમડા ચોક ફળિયું, માંડવી) બીજો આરોપી જયદીપભાઇ જીતેન્દ્રભાઈ ચૌધરી (રહે. ઉમરસાડી ગામ, છેલ્લું ફળિયું, માંડવી) હોવાનું જણાવ્યું હતું. જ્યારે બાઇકને આધારે શોધી કઢાયેલ આરોપીનું નામ દીપ્નેશભાઇ શકુભાઇ વસાવા (રહે.નવાગામ, ડેડીયાપાડા) હોવાનું જણાવ્યું હતું આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પોલીસ શોધી રહી છે. આરોપીઓ પાસેથી પોલીસે ચોરીની એક બાઇક નંબર GJ/22/F/9726 તેમજ વધુ એક બાઈક કબજે લીધી છે. બારડોલી ખાતેથી ચોરાયેલી એક બી.એમ.ડબલ્યુ કાર ચોરીના ગુનામાં પણ આરોપીઓ સંડોવાયેલા છે. આરોપીઓ રીઢા ગુનેગાર છે તેઓ વિરુદ્ધ વિવિધ પોલીસ મથકોમાં લૂંટ ચોરી ગુના નોંધાયેલા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500