સુરતનાં પલસાણા તાલુકાનાં ચલથાણ ગામમાં આવેલ લક્ષ્મીનગરમાં પુત્રના લગ્નમાં ડી.જે.ના કાર્યક્રમમાં 100થી વધુ માણસો ગરબે ઝૂમી રહ્યા હતા. જે અંગે કડોદરા પોલીસને જાન થતા પોલીસ સ્થળ ઉપર પહોંચી વરરાજાના પિતા સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી હાધ ધરી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચલથાણ ગામમાં આવેલ લક્ષ્મીનગરમાં રહેતા, રમેશભાઈ સાહેબરામ પાટીલનો પુત્ર ઉમેશના લગ્ન હોય અને જેમાં ડી.જે.નું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તેમના દ્વારા પોલીસ પાસેથી કોઈપણ પરવાનગી લેવામાં આવી ન હતી અને ડી.જે.માં પણ 100થી વધુ માણસો ભેગા કર્યા હતા અને આ વ્યક્તિઓ ડી.જે.ના તાલે ગરબે ઝૂમી રહ્યા હતા અને આ વ્યકિતીઓ સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ કર્યા વગર અને મોઢે માસ્ક પહેર્યા વગર ઝૂમી રહ્યા હતા. જે અંગેની જાણ કડોદરા પોલીસને થતાં પોલીસ સ્ટાફના માણસો સ્થળ ઉપર પહોંચતા જ ત્યાં ગરબે ઝૂમી રહેલ લોકો ભાગવા લાગ્યા હતા.
આ બનાવમાં પોલીસે સ્થળ પરથી લગ્નનું આયોજન કરનાર રમેશ સાહેબરામ પાટીલ તથા મંડપ બનાવનાર પરેશ સુરેશ પાટીલ (રહે.ગાયત્રીનગર,ચલથાણ) તથા ડી.જે વગાડનાર શિરીષ સાહેબરામ પાટીલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500