સુરતના પલસાણા ગામના મુખ્ય રસ્તા પર કેક કાપી ફટાકડા ફોડી બર્થડે ઉજવાનું યુવકને ભારે પડી ગયું ઉજવણીની જાણ પોલીસને થતા પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી બર્થડે બોય સહિત 4 વિરુદ્ધ જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા ખાતે રહેતા સમીરભાઈ ગુલામભાઈ મન્સુર નામના યુવકનો ગત તા.04 સપ્ટેમ્બરના રોજ બર્થડે હોવાના કારણે રાત્રીના 10 વાગ્યે યુવકના મિત્રો ટોળું વળી પલસાણાનાં મેઈન બજારમાં જાહેરમાં બર્થ ડેની ઉજવણી કરી રહ્યા હતા અને ફટાકડા ફોડી રહ્યા હતા જેની જાણ પલસાણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.ને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી બર્થડે બોય સહિત યસકુમાર હિરેનભાઈ દેસાઈ, રવિભાઈ ભગુભાઈ પટેલ અને સ્મિતભાઈ સુનિલભાઈ પટેલ (ત્રણેય રહે.પલસાણા) વિરુદ્ધ એપેડેમીક એકટના ભંગ અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application