સુરતનાં માંગરોળ તાલુકાનાં એક ગામમાં પરિવારજનો સાથે રહેતી સગીરાને એક યુવકે લગ્ન કરવાની લાલચ આપી સગીરાને એક ખેતરમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું તથા તેના મિત્રએ સાથ સહકાર આપતા સગીરાની માતાએ આ બંને યુવક વિરુદ્ધ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવની વિગત એવી છે કે, માંગરોળનાં એક ગામમાં રહેતા પરિવારની સગીરા વયની દીકરીને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાનાં તીલીપાડા ગામે સરપંચ ફળિયામાં રહેતો રવિન્દ્રભાઈ ઉર્ફે રવિ મગનભાઇ વસાવા (ઉ.વ.21) નાએ પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી.ત્યારબાદ સગીરાની મરજી વિરુદ્ધ રતોલા ગામથી વસરાવી ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ સીમેન્ટના પાઇપ બનાવવાની ફેક્ટરીની બાજુમા આવેલ ખુલ્લા ખેતર તથા ડુંગરી ગામથી વસ્તાન ગામ તરફ જવાના રસ્તે આવેલ એક ખેતરમા લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું અને આ ઘટનામાં તેનો મિત્ર પ્રકાશભાઇ અમરસિંહભાઇ વસાવા (રહે.ખાપરબુંદા, નિશાળ ફળીયુ, તા.ડેડીયાપાડા, જિ.નર્મદા) નાએ પણ સાથ આપ્યો હતો. બનાવ અંગે સગીરાની માતાને જાણ થતાં તેને બંને વિરુદ્ધ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application