Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓલપાડના કીમ ખાતેના ઓવર બ્રિજના ધીમીગતિએ ચાલતા કામગીરીથી લોકો ત્રાહિમામ

  • September 12, 2021 

સુરતના ઓલપાડ તાલુકાના કીમ ખાતે છેલ્લા ચાર વર્ષથી બની રહેલા ઓવર બ્રિજનું ધીમીગતિએ  ચાલતી કામગીરીને પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ઓવર બ્રિજની કામગીરી કરનારે ઈજારદાર સામે કાર્યવાહી કરવામાં આવી છે કે નહી જે મામલે સુરત જિલ્લા પંચાયતના માજી વિરોધ પક્ષના નેતા, ખેડુત અને સહકારી આગેવાન દર્શન નાયક દ્વારા કરવામાં આવેલી આરટીઆઈ અંતર્ગત માર્ગ મકાન વિભાગ દ્વારા બ્રિજની કામગીરી કરી રહેલા ઈજારદાર સામે કાર્યવાહી કરવાના બદલે ઉલ્ટાનું સરકારના અલગ-અલગ વિભાગોના કારણે કામગીરીથી વિલંબ થઇ રહ્યું હોવાનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા જણાવાતા સ્થાનિકોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે.

 

 

 

 

 

સુરત જિલ્લા પંચાયતના માજી વિરોધપક્ષના નેતા, ખેડુત અને સહકારી આગેવાન દર્શનકુમાર અમુતલાલ નાયક (રહે.વાવફળિયુ,સાંધિયર,ઓલપાડ) દ્વારા ઓલપાડના કીમ ગામમાં બની રહેલા ઓવર બ્રિજની કામગીરીમાં બેજવાબદારી દાખવવા તથા સમય મર્યાદામાં કામ પૂર્ણ નહીં કરતા ઇજારદાર સામે શુ કાર્યવાહી કરાઇ છે જે કરવામાં આવેલી આરટીઆઈના અંતર્ગત માર્ગ અને મકાન વિભાગના અધિકારીને જે જવાબ આપવામાં આવ્યો હતો જે જાણીને ચોંકી જવાઇ તેમ છે. દબાણો, ડ્રેનેજ લાઇન, ઇલેકટ્રીક પોલ તથા ગેસ લાઇન, રેલ્વેમાંથી મંજુરી સહિતની કામગીરી  માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવાની હતી. પરંતુ આ અડચળો દૂર કરવા ઘણા પ્રયાસો હાથ હોય બેદરકારી તથા બેજવાબદારીનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.

 

 

 

 

 

વધુમાં કીમ રેલ્વે ફાટક કીમ ગામના મુખ્ય બજારમાંથી પસાર થતુ હોય ડીમોલેશન, યુટીલીટી શીફટીંગ, રેલ્વે ડ્રોઇગ, કોરોના મહામારી વગેરેના કારણે એજન્સી દ્વારા સમય મર્યાદામાં કામ પૂર્ણ કરી શકાયુ નથી. એજન્સી પાસે વારંવાર પત્રો તથા મૌખિક સુચના અનુસાર કામની ઝડપ વધે તે માટે પ્રયાસો પણ કરવામાં આવે છે. જેથી એજન્સી વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી બ્લેકલિસ્ટ કરવા અંગે કોઇ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આ જવાબને લઇને સ્થાનિકોમાં રોષ છે કે આવી એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવાના બદલે આવા કોન્ટ્રાકટરોને વધારાના પૈસા આપી સરકાર અને પ્રજા પર બોજા પાડવાનું કામ કરે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application