Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણા બારડોલી રોડ ઉપર બાયોડીઝલ વેચતા એક યુવકને ઝડપી પાડ્યો

  • May 22, 2021 

સુરત જિલ્લાનાં પલસાણાથી બારડોલી તરફ જતા રોડ ઉપર શક્તિ રેસીડેન્સી પાસે રાત્રીના સમયે એક યુવક ટેમ્પામાં બાયોડીઝલ વેચાણ કરે છે જે મળેલ બાતમીના આધારે, પલસાણા મામલતદાર તેમજ પલસાણા પી.એસ.આઇની ટીમ બાતમી વાળી જગ્યાએ પહોચી જતા, ત્યાં ઉભેલ એક ટેમ્પોમાં નંબર જીજે/05/એવી/9671માં એક પ્લાસ્ટિકની ટાંકીમાં ભરેલ બાયોડીઝલ પંપ વડે  બીજા ટ્રક નંબર જીજે/21/ડબ્લ્યુ/ 7731માં ભરી રહ્યો હતો.

 

 

 

 

તે સમયે ટેમ્પો અને ટ્રક બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ટેમ્પામાં રહેલ 200 લીટર ડીઝલ પંપ નોઝલ મળી કુલ રૂપિયા 1,40,000/-નો મુદ્દામાલ ઝપડી પાડ્યો હતો. આમ, પલસાણા મામલતદાર તેમજ પલસાણા પી.એસ.આઈની ટીમે સંયુક્ત રીતે કામગીરી બજાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application