સુરતના પલસાણા પોલીસને મળેલ બાતમીના આધારે, વિઝોળીયા ગામે ખેતરમાં સગેવગે થઈ રહેલો 21.21 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો જોકે રાત્રીના અંધારામાં પોલીસની ગાડીની લાઈટો જોઈ 3 ઈસમો ખેતરમાં ભાગી ગયા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાના વિઝોળીયા ગામે આવેલ રોહિત પટેલના ખેતરમાં વિદેશી દારૂ રાખેલ છે અને સગેવગે થનાર છે જે બાતમી આધારે પલસાણા પોલીસે ગતરોજ મળસ્કે પોલીસે એક ટીમ બનાવી વિઝોળીયા ગામે બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરી હતી જોકે રાત્રીના સમયે પોલીસના વાહનો આવતા જોઈ અંધારામાં કેટલાક ઇસનો ખેતરમાં ભાગી છૂટ્યા હતા પોલીસને સ્થળ એક ટ્રક નંબર જીજે/19/એક્સ/4211 તેમજ સફેદ રંગની આર્ટિગા કાર નંબર જીજે/05/જેઈ3844 અને એક કાળા રંગની સ્પ્લેન્ડર મોટરસાઇકલ મળી આવી હતી અને વધુ તપાસ કરતા ખેતરના ખુલ્લી જગ્યામાં 130 પેટી ટ્રકમાં 230 પેટી તેમજ આર્ટિગા કારમાં 24 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે સ્થળ પરથી ત્રણેય વાહનોનો કબ્જો મેળવી તેમજ વિદેશી દારૂ 21,21,600/-નો મળી કુલ રૂપિયા 29,46,600/-નો મુદ્દામાલ કબ્જે કરી 3 ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500