Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : ડ્રોન કેમેરાની સંપૂર્ણ વિગતો સંચાલકોએ નજીકના પોલીસ સ્ટેશને આપવાની રહેશે

  • May 25, 2021 

સુરત શહેર વિસ્તારમાં આવેલા વાઈટલ ઈન્સ્ટોલેશન, એરપોર્ટ, હજીરાપોર્ટ, વી.વી.આઇ.પી. રહેઠાણ તેમજ કચેરીઓની સુરક્ષાને ધ્યાને લઈ પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામા દ્વારા શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં રીમોટ કંટ્રોલ સંચાલીત કેમેરા લગાડેલા ડ્રોન કે રિમોટ કંટ્રોલ સંચાલિત એરીયલ મિસાઈલ, હેલીકોપ્ટર કે પેરાકલાઈડર, રીમોર્ટ કંટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવનાર સંચાલકે કે જેઓ પોતાના અંગત વ્યવસાય માટે રાખતા હોય છે તેઓએ આ ડ્રોન કેમેરાની સંપૂર્ણ માહિતી જેવી કે, મોડલ નંબર, વજન, ક્ષમતાની વિગતો નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની રહેશે. નોંધનીય છે કે, સુરક્ષા એજન્સીના રિમોટ કંટ્રોલ માઈક્રોલાઈટ એરક્રાફટને જાહેરનામાથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામું તા.૨૦/૦૭/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application