ત્રણ વર્ષ પહેલાં રૂપિયા 1 લાખના લોન ધિરાણના બાકી હપ્તાના પેટે આપેલા 86 હજારના ચેક રીટર્ન કેસમાં સંડોવાયેલા આરોપીને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ હરેશકુમાર વી.જોટાણીયાએ દોષી ઠેરવી એક વર્ષની કેદની સજા ફટકારી છે.
મળતી માહિતી મુજબ સુરતના વરાછારોડ ખાંડ બજાર સ્થિત પોદ્દાર આર્કેડમાં પુરષાર્થ નીધિ લિ.ના ફરિયાદી સંચાલક અનિલાબેન મગનલાલ બરવાળીયાએ વર્ષ-2017માં આરોપી ચેતન હરીશ પરમાર (રે.ખોડીયાર નગર,કતારગામ)ને ધંધાકીય હેતુ માટે માસિક 3500 હપ્તા ભરવાની શરતે 1 લાખનુ લોનધિરાણ કર્યું હતુ.
પરંતુ આરોપીએ લોનના હપ્તાની નિયમિત ન ચુકવતા કુલ રૂપિયા 86,996 ની લેણી રકમ બાકી રહેતા ફરિયાદી કંપનીના મેનેજરે આરોપી પાસેથી ઉઘરાણી કરતાં લેણી રકમનો ચેક લખી આપ્યો હતો. તે રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી. કોર્ટે આરોપીને એક વર્ષની કેદ તેમજ ચેકની લેણી રકમ ફરિયાદીને 60 દિવસમાં ન ચુકવે તો વધુ બે માસની કેદની સજા ભોગવવા નિર્દેશ આપ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500