Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા ઝડપાઈ, બે વોન્ટેડ

  • September 02, 2021 

સુરતના બારડોલી તાલુકાનાં તેન ખાતે રહેણાંક મકાનમાં તેમજ સંબંધીના ઘરે સંતાડેલા વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાને એલસીબી પોલીસે ઝડપી પાડી હતી. પોલીસે 82 હજારનો વિદેશી દારૂ કબ્જે કરી બે વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ બારડોલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, તેન ગામે નવા ફળિયામાં રહેતા ભીખુ નગીનભાઈ ચૌધરીના ઘરે રેડ કરી હતી. રેડ દરમિયાન એક મહિલા ત્યાં હાજર મળી આવી હતી અને પોલીસે ઘરમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલ મહિલા સંગીતાબેન ભીખુભાઈ ચૌધરીને પૂછતાછ કરતાં સંબધીને ત્યાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો પણ પોલીસે કબ્જે કર્યો હતો. એલસીબી પોલીસે વિદેશી દારૂની કુલ 535 બોટલ તેમજ ત્રણ મોબાઈલ મળી કુલ રૂપિયા 85,275/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ ભીખુભાઈ નગીનભાઈ ચૌધરી (રહે.તેન ગામ) તથા અશોક ઉર્ફે અશોક ડામર શંકરભાઈ ઢો.પટેલ (રહે.બારડોલી ભૂંડ ફળિયું)ના ઓને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application