સુરતનાં પલસાણા તાલુકાનાં કરણ ગામની સીમમાં નેશનલ હાઈવે ઉપરથી પલસાણા પોલીસે એક આઇસર ટેમ્પો અટકાવી તેમાંથી 3 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા પોલીસ સ્ટાફનાં માણસો અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, નવસારી તરફથી એક આઇસર ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ભરી કડોદરા તરફ જનાર છે જે બાતમીનાં આધારે પોલીસે કરણ ગામની સીમમાં નેશનલ હાઈવે-48 ઉપર વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી મુજબનો આઇસર ટેમ્પો આવતા તેને અટકાવ્યો હતો અને ટેમ્પાના ચાલક ઝૂબરખાન ઝાહીદઅલી ખાન (રહે.અરજાન બિલ્ડીંગ મદીના મસ્જિદની બાજુમાં,સદભાવના સોસાયટી, કડોદરા) નાને ઝડપી પાડ્યો હતો અને ટેમ્પાની પાછળના ભાગે તપાસ કરતાં તેમાં સફ્દ કલરની ગુણોમાં વેસ્ટેઝ કોટનની આડમાં છુપાવેલ વિદેશી દારૂની કુલ 2784 બોટલ મળી આવીએ હતી જેની કીંમત કિંમત 3 લાખ તેમજ આઇસર ટેમ્પો મળી કુલ 9 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે આ ગુનામાં સંડોવાયેલ મહોમદ મૂકીમ ઉર્ફે નનકૌઉ યાહયા ખાન (રહે.મદીના મસ્જિદ બાજુમાં,સદભાવના સોસાયટી, કડોદરા) તથા રાધે (રહે.દમણ) અને ટેમ્પામાં આવેલ એક અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરી પલસાણા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application