માંડવી-ઝંખવાવ રોડ પર રૂપેણ ગામની સીમમાં આગળ ચાલતી બાઇકે અચાનક યુટર્ન લેતા પાછળ આવતી મોપેડ ભટકાઇ હતી. જેમાં રૂપેલ ગામના યુવકનું મોત થયું હતું. ઉમરપાડાના સેવલાણ ગામે રહેતા મનસુખભાઈ બહાદુરભાઈ વસાવાની દીકરી માંડવીના રૂપેણ ગામે આશ્રમ શાળામાં અભ્યાસ કરે છે જેથી મનસુખભાઈએ ગત તા.03 સપ્ટેમ્બરના રોજ પોતાની એક્ટિવા મોપેડ નંબર જીજે/16/સીઈ/6567 લઈ રૂપેણ ગામે શાળામાં પોતાની દીકરીને મળવા જવા માટે નીકળ્યા હતા અને પોતાની સાથે ગામમાં જ રહેતા ભાણીયા એવાં સુનિલભાઈ ભીમસિંગભાઈ વસાવાને લીધા હતા અને આમ મામા-ભાણીયા મોપેડ પર સવાર થઇ રૂપેણ ગામે જવા નીકળ્યા હતા.
તે સમયે મોપેડ રૂપેણ ગામની સીમમાંથી પસાર થતી હતી ત્યારે તેમની આગળ ચાલતી એક બાઈક નંબર જીજે/19/એન/0023ના ચાલકે પોતાની બાઈક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઇક ચાલકે રોડ પરથી અચાનક જ યુ-ટર્ન મારતા મોપેડ લઇને પાછળ ચાલતા મનહરભાઈની એક્ટિવા બાઈક સાથે ધડાકાભેર અથડાઈ હતી અને મોપેડ સવાર મામા-ભાણીયા રોડ પર પટકાયા હતા અને ઇજા પામ્યા હતા.
જયારે આ અકસ્માતમાં મનસુખભાઈને માથામાં અને કપાળનાં ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તેમને કોઈ સારવાર મળે એ પહેલા જ સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલા સુનિલભાઇ વસાવાને પણ ડાબા ગાલ અને શરીરે ઇજા થઇ હતી. બનાવ અંગે માંડવી પોલીસે બાઈક ચાલક સામે ગુનો દાખલ કરી તેની વાળું તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500