સુરત જિલ્લાના પલસાણા ચાર રસ્તા નજીક એક કાર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ઉપર સવાર આધેડને ઇજા પહોંચતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચોર્યાસી ખાતે નવરંગપુરા ટેકરી ફળિયામાં રહેતા ચંપકભાઈ નાનજીભાઈ પટેલ નાઓ પલસાણા ખાતે જે.બી.ટેક્સટાઇલ મીલમાં નોકરી ઉપર ગયા હતા અને ત્યાંથી પરત ઘરે આવવા નીકળ્યા હતા.
તે સમયે પલસાણા ચાર રસ્તા નજીકથી બાઈક નંબર જીજે/05/પીકે/1257 લઈ પસાર થઈ રહ્યા હતા તે સમયે પૂરઝડપે હંકારી આવેલ એક ક્રેટા કાર નંબર એમએચ/47/એએન/0741ના ચાલકે બાઇકને અડફેટે લીધી હતી. આ સર્જાયેલા અકસ્માતમાં ચંપકભાઈને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ચાલુ સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500