સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં મહમદપોર ગામનાં હળપતિ વાસમાં રહેતા, વેરૈયા રામલોક સિંતાલા (ઉ.વ.50) જે મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે અને તેઓ ઓલપાડના પરા વિસ્તારમાં રહેતા તેમના મિત્ર જપૈયા પરશુ ગૌંડ સાથે પ્લેઝર મોપેડ નંબર જીજે/05/એફએલ/3559 ઉપર બેસી સેલૂર ગામે રહેતા તેમના મિત્રના ઘરે ગયા હતા અને ત્યાં જમીને સાંજના પાંચ વાગ્યાની આસપાસ પરત ઓલપાડ ખાતે પોતાના ઘરે આવવા નીકળ્યા હતા.
તે સમયે મોપેડ જપૈયા ચલાવી રહ્યા હતા અને ઓલપાડ તાલુકાનાં વેલુક ગામની હદમાંથી પસાર થતા રોડ ઉપર વળાંક નજીક મોપેડ સ્લીપ થઈ જતાં પાછળ બેસેલ વેરૈયા દૂર ફંગોળાય ગયા હતા જ્યારે જપૈયા રોડ ઉપર પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેને સારવાર માટે ઓલપાડ સરકારી દવાખાને લઈ જતાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ઓલપાડ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application