Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રકે બાઈકને ટક્કર મારતા એકનું મોત, એક ઘાયલ

  • March 26, 2021 

સુરત શહેરના કામરેજથી કડોદરા નેશનલ હાઇવે નંબર-48 રાહદારી અને બાઇક ચાલકો અવર-નવાર  અકસ્માતનો ભોગ બની રહ્યા છે. એક યુગલ બપોરના સમયે કડોદરથી કામરેજ તરફ બાઇક પર જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન વલથાણગામ નજીક એક ટ્રક ચાલકે પોતાની ટ્રક ગફલતરીતે હંકારીને બાઇક ચાલકને અડફેટે લીધો હતો. આ અકસ્માત બાદ બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બાઈકની પાછળ બેસેલ યુવતીને ઇજા પહોંચી હતી અને અકસ્માત થતા ટ્રક ચાલક ટ્રક મૂકીને ભાગી ગયો હતો.

 

 

 

આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લઈને કાર્યવાહી કરી ટ્રક કબજે લઈને ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application