Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેન્કરે બાઈક તથા કારને અડફેટે લેતા 1નું મોત

  • February 01, 2021 

બારડોલી તાલુકાના હીંડોલિયા ગામના પાટિયા નજીક રાત્રીના સમયે ટેન્કરે બાઈક અને કારને અડફેટે લેતા એકનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવાનોને ઈજા પહોંચી હતી.

 

 

 

બારડોલીના ફ્રેન્ડસ ઓફ એનીમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડ, યશ મનુભાઈ પટેલ તથા અન્ય એક સ્વયંસેવક રાત્રીના સમયે બારડોલીથી નીકળી બારડોલી તાલુકાના સેજવાડ ગામની ખેતરમાં દીપડાને પકડવા ગોઠવાયેલ પાંજરા સહીત નાઈટ વિઝુયલ કેમેરાની ફૂટેજ તપાસવા નીકળ્યા બાદ હીંડોલિયા ગામની નજીકમાં નેશનલ હાઈવે નંબર-53 ઉપર ઉભા રહેતા તેઓ પૈકીનો એક સાથી પાન-મસાલા, સિગારેટ લેવા નીચે ઉતર્યો હતો અને તેમનો એક સાથી સ્વયંસેવક તથા અન્ય એક યુવક તેઓની પેશન પ્રો મોટર સાઈકલ ઉપર આવી રહ્યા હતા. તેવા સમયે બારડોલી તરફથી વ્યારા તરફ પુરઝડપે પસાર થતા એક ટેન્કર નંબર જીજે/12/બી/ડબ્લ્યુ/8127ના ચાલકે ગફલતભરી રીતે હંકારતા જતીન રાઠોડને મળવા આવતા મોટરસાઈકલ નંબર જીજે/05/એફપી/4039 ઉપર સવાર યશ મનુભાઈ પટેલ તથા સાથે સવાર કિરણ બચુભાઈ ચૌધરી(રહે.કીકવાડ)ને અડફેટે લેતા કિરણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ચાલક યશ પટેલ રસ્તા ઉપર પટકાતા તેને ગંભીર ઈજા થવા પામી હતી.

 

 

 

પુરઝડપે ધસી આવતા ટેન્કરમાં અકસ્માતનો ભોગ બનેલી મોટરસાઈકલ ફસાઈ જતા ટેન્કર ચાલકે મોટરસાઈકલને બે કિલોમીટર આવેલ માણેકપોર ગામની હદ સુધી ઘસડી ગયો હતો. જ્યાં ટેન્કર આગળ ન ચાલતા ટેન્કર ચાલકે ટેન્કર જગ્યા પર છોડી ભાગી છુટ્યો હતો. અકસ્માતમાં ઘાયલ થનારને સારવાર માટે સરદાર હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ ઘટના અંગે બારડોલી પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application