Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવીનાં રતનીયાથી ઘાટા જતાં માર્ગ ઉપર કાર અને બાઈક વચ્ચેનાં અકસ્માતમાં એકનું મોત

  • December 11, 2021 

સુરતનાં માંડવી તાલુકાનાં રતનીયા ગામની સીમમાંથી પસાર થઈ રહેલ યુવકની બાઇકને એક કારના ચાલકે અડફેટે લેતા તેનું મોત નીપજયું હતું. જોકે યુવકના પિતાએ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તાપી જિલ્લાના વ્યારા ખાતે વેગી ફળિયામાં રહેતા બેજુભાઈ ઉર્ફે બીરજુભાઈ પોપટભાઈ દંતાણી જે રેડિમેડ કાપડની છૂટક ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને જેઓ ગુરુવારે સાંજના સમયે તેમનો પુત્ર સુનિલ દંતાણી બાઈક નંબર જીજે/26/એસી/0871 ઉપર સવાર થઈ વ્યારાથી માંડવી ખાતે તેની સાસરીમાં જવા માટે નીકળ્યો હતો.ત્યારબાદ માંડવીનાં રતનીયા ગામની સીમમાં રતનીયાથી-ઘાટા જતાં માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે પૂરઝડપે હંકારી આવેલ એક કાર નંબર જીજે/26/એન/7273ના ચાલકે સુનિલની બાઇકને અડફેટમાં લેતાં સર્જાયેલા આ અકસ્માતમાં સુનિલને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે પલસાણા નજીક પહોંચતા જ તેનું મોત નીપજયું હતું. બનાવ અંગે મૃતક યુવકના પિતાએ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application