ઉમરપાડા તાલુકાનાં બીલવાણ ગામનાં પટેલ ફળીયામાં રહેતો 20 વર્ષીય યુવક સુરજ ભગેસીંગ કામરેજ તાલુકાનાં આભ ગામમાં આવેલ જય ગુરુદેવ ગેસ સ્ટેશન પર નોકરી કરતો હતો. સુરજ સાંજે પોતાની નોકરી પૂરી કર્યા બાદ તેના મિત્ર સાથે ઘરે આવતો હતો. તે દરમિયાન ઉમરપાડા તાલુકાનાં ચવડા ગામે રહેતી માસી ખેતુબેન ને મળવા જતા હતો, તે સમયે ચવડા ઉમરપાડા રસ્તા ઉપર ઈકો કારે સુરજની બાઈકને અડફેટે લીધા બાદ સુરજની કપાળે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલ રસિકને નાની-મોટી ઈજા થતાં 108ની મદદથી ઉમરપાડા સરકારી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે ઉમરપાડા પોલીસે ઈકો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application